હળવદમાં નિઃશુલ્ક આંખ ચેકઅપ અને મોતિયાના ઓપરેશનનો મેગા કેમ્પ યોજાશે,‘હળવદનો ધબકાર’ પ્લેટફોર્મના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓનો ભવ્ય સન્માન સમારોહ પણ યોજાશે
હળવદ શહેરમાં ‘હળવદનો ધબકાર’ પ્લેટફોર્મના સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આગામી તા. 8 ઓક્ટોબર, ગુરુવારના રોજ લુહાણા મહાજન સમાજવાડી ખાતે સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી નિઃશુલ્ક આંખ ચેકઅપ અને મોતિયાના ઓપરેશનનો મેગા કેમ્પ યોજાશે.
આ સેવા કેમ્પમાં આંખના દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન મોતિયાની સમસ્યા જણાય તો શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મોતિયાનું ઓપરેશન પણ તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવશે.
હળવદ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના આંખના દર્દીઓને પણ આ સેવાકીય કેમ્પનો લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત હળવદ તાલુકાની સેવાભાવી સંસ્થાઓ, વિવિધ ટીમો, સેવાગ્રુપો તેમજ સેવાભાવી વ્યક્તિઓના યોગદાનને બિરદાવવા ભવ્ય સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ સેવાયજ્ઞમાં હળવદ શહેર-તાલુકાના નગરજનો મોટી સંખ્યામાં જોડાઈ સેવા કેમ્પનો લાભ લે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.


