HomeGujaratઅવિરત વરસાદ વચ્ચે માનવતા: હળવદમાં જરૂરિયાતમંદોને ફૂડ પેકેટનું વિતરણ કરતા આસ્થા સ્પિન્ટેક્સના...

અવિરત વરસાદ વચ્ચે માનવતા: હળવદમાં જરૂરિયાતમંદોને ફૂડ પેકેટનું વિતરણ કરતા આસ્થા સ્પિન્ટેક્સના એમ.ડી

Advertisement
Advertisement

અવિરત વરસાદ વચ્ચે માનવતા: હળવદમાં જરૂરિયાતમંદોને ફૂડ પેકેટનું વિતરણ કરતા આસ્થા સ્પિન્ટેક્સના એમ.ડી.

હળવદ : છેલ્લા બે દિવસથી હળવદ પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે.વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે અને અનેક વિસ્તારોમાં નાનીમોટી મુશ્કેલીઓ સર્જાઈ છે.આ પરિસ્થિતિમાં હળવદના સેવાભાવી યુવા ઉદ્યોગપતિ અને આસ્થા સ્પિન્ટેક્સના મેનેજિંગ ડિરેક્ટર (એમ.ડી.) દિવ્યાંગ જશુભાઈ પટેલે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આજરોજ સાંજના સમયે શહેરના વિવિધ શ્રમિક વિસ્તારોમાં વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયેલા શ્રમિક પરિવારો અને જરૂરિયાતમંદ લોકોની વચ્ચે જઈને તેમને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખરાબ વાતાવરણ અને વરસાદી માહોલ વચ્ચે પણ જરૂરિયાતમંદ લોકો સુધી સમયસર ભોજન પહોંચાડવાની આ પહેલ અત્યંત સરાહનીય રહી હતી.

પ્રાકૃતિક આપત્તિ કે વરસાદી સંકટના સમયમાં સમાજના જરૂરિયાતમંદ વર્ગની પડખે ઊભા રહેવાના આ સેવા યજ્ઞને સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ આવકારવામાં આવ્યો છે. મુશ્કેલીના સમયમાં આસ્થા સ્પિન્ટેક્સ પરિવાર દ્વારા કરવામાં આવેલી આ માનવતાની સેવાથી અનેક પરિવારોને રાહત મળી છે, જેને સ્થાનિક લોકોએ સાચા અર્થમાં માનવતાનું જીવંત ઉદાહરણ ગણાવી વ્યાપક પ્રશંસા વ્યક્ત કરી છે.

RELATED ARTICLES

Most Popular