હળવદ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન-ઉપ ચેરમેનની બિનહરીફ વરણી,જયેશ પટેલ ચેરમેન અને રમેશ કણઝરિયા ઉપ ચેરમેન તરીકે પસંદગી
હળવદ: સૌરાષ્ટ્રના અગ્રણી કૃષિ બજારોમાં સ્થાન ધરાવતા હળવદ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને ઉપ ચેરમેનની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. બંને હોદ્દા માટે એક-એક ઉમેદવારી નોંધાતા ચેરમેન અને ઉપ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચેરમેન તરીકે જયેશ પટેલ અને ઉપ ચેરમેન તરીકે રમેશ કણઝરિયાની બિનહરીફ પસંદગી જાહેર કરવામાં આવી હતી.
આ ચૂંટણીની પ્રક્રિયા મોરબી જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના અધિકારીની ઉપસ્થિતિમાં નિયમો અનુસાર પૂર્ણ કરવામાં આવી હતી. બિનહરીફ વરણી જાહેર થતાં યાર્ડના ડિરેક્ટરો, ખેડૂતો અને વેપારીઓએ બંને હોદ્દેદારોને અભિનંદન પાઠવી આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.


