HomeGujaratહળવદ પત્રકાર એસોસિએશનના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

હળવદ પત્રકાર એસોસિએશનના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

Advertisement
Advertisement

હળવદ પત્રકાર એસોસિએશનના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

હળવદ પત્રકાર એસોસિએશનની બેઠકમાં નવી ઉર્જા અને નવા સંકલ્પ સાથે સંગઠનના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. રણજીતગઢ નજીક આવેલી વન વગડો હોટેલ ખાતે મોડી સાંજે યોજાયેલી બેઠકમાં પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી અને મંત્રી પદ માટે સર્વસંમતિથી નામોની પસંદગી કરવામાં આવી હતી.બેઠકમાં પ્રમુખ તરીકે જગદીશ પરમાર, ઉપપ્રમુખ તરીકે વિશાલ જયસ્વાલ, ખજાનચી તરીકે સોમા ભરવાડ તથા મંત્રી તરીકે વિશાલ ત્રિવેદીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવી ટીમે પત્રકારોના હિતોનું રક્ષણ, સંગઠનની એકતા મજબૂત બનાવવા તેમજ સમાજલક્ષી અને પત્રકારત્વને લગતી પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મયુર રાવલ, અજય દવે, કિશોર પરમાર, મેહુલ ભરવાડ, પ્રશાંત જયસ્વાલ, દીપક જાની,બળદેવ ભરવાડ, બેચર રાજપૂત, રમેશ ઠાકોર, ચતુર ચરમારી, કાનાજી ભરવાડ,
અમિત ઠાકોર, રોહિત પટેલ, સુરેશ સોનગ્રા સહિતના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ હોદ્દેદારોની સર્વાનુમતે વરણીને મંજૂરી આપી હતી.
બેઠક અંતે નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા સૌએ સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular