HomeGujaratહળવદના માલણીયાદના કુલદીપ પરમારનો શાનદાર પ્રદર્શન, 551 ગુણ સાથે A2 ગ્રેડ પ્રાપ્ત

હળવદના માલણીયાદના કુલદીપ પરમારનો શાનદાર પ્રદર્શન, 551 ગુણ સાથે A2 ગ્રેડ પ્રાપ્ત

Advertisement
Advertisement

 

 

 

હળવદના માલણીયાદના કુલદીપ પરમારનો શાનદાર પ્રદર્શન, 551 ગુણ સાથે A2 ગ્રેડ પ્રાપ્ત

હળવદના માલણીયાદના વતની અને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જીવનભાઈ પરમારના પુત્ર કુલદીપ જીવનભાઈ પરમારે આજે જાહેર થયેલા સાયન્સ પ્રવાહના પરિણામમાં ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે. કુલદીપે 650 માંથી 551 ગુણ મેળવી A2 ગ્રેડ મેળવ્યો છે તેમજ કુલ 94.62 પર્સેન્ટાઈલ સાથે ક્વોલિફાઈંગ સર્ટિફિકેટ માટે પાત્ર જાહેર થયો છે.
વિજ્ઞાન પ્રવાહમાં તેમણે 97.65 પર્સેન્ટાઈલ પ્રાપ્ત કરી પોતાની પ્રતિભા સાબિત કરી છે, જ્યારે થિયરી પર્સેન્ટાઈલ 96.99 નોંધાયો છે. વિષયવાર પરિણામમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને સંસ્કૃતમાં 91-91 ગુણ સાથે A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે બાયોલોજીમાં 90 ગુણ સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અંગ્રેજીમાં 68 ગુણ સાથે B2 ગ્રેડ નોંધાયો છે. પ્રેક્ટિકલ વિષયોમાં પણ તેમણે સારું પ્રદર્શન કર્યું છે.
કુલદીપના આ ઉત્કૃષ્ટ પરિણામથી પરિવાર તથા શાળા વર્ગમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વરસી રહી છે.

RELATED ARTICLES

Most Popular