ધો. 12ના પરિણામમાં તક્ષશિલા સંકુલનો દબદબો, 100 ટકા પરિણામ સાથે વિદ્યાર્થીઓનો ઝળહળતો દેખાવ
તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 12ના પરિણામમાં તક્ષશિલા સંકુલએ શાનદાર પ્રદર્શન નોંધાવી પોતાનો દબદબો સાબિત કર્યો છે. સંકુલના સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહ બંનેમાં 100 ટકા પરિણામ નોંધાતા સંચાલક મંડળ તેમજ શિક્ષક વર્ગમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
તક્ષશિલા શાળાના સિદ્ધિ મગનભાઈ અને હિરેન જયસુખભાઈએ A1 ગ્રેડ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. ઉપરાંત અર્પિતા હર્ષદભાઈ અને વેદ નરેશભાઈએ અનુક્રમે A અને B ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવી પ્રતિભાનો પરિચય આપ્યો છે.
સુમિત મુકેશભાઈ, કુલદીપ જગદીશભાઈ અને કવન હિતેશભાઈએ ટોપ ફાઈવમાં સ્થાન મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓના આ ઉત્તમ પરિણામથી તક્ષશિલા સંકુલમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વરસી રહી છે.


