HomeGujaratહળવદના નવાં માલણીયાદમાં ખરાબાની જમીન પર સર્વે નંબર બેસાડવાનો પ્રયાસ? કરોડોની જમીન...

હળવદના નવાં માલણીયાદમાં ખરાબાની જમીન પર સર્વે નંબર બેસાડવાનો પ્રયાસ? કરોડોની જમીન હડપવાની ફિરાકમાં?

Advertisement
Advertisement

હળવદના નવાં માલણીયાદમાં ખરાબાની જમીન પર સર્વે નંબર બેસાડવાનો પ્રયાસ? કરોડોની જમીન હડપવાની ફિરાકમાં?

 

હળવદના નવાં માલણીયાદ વિસ્તારમાં ખરાબાની સરકારી જમીન પર રોડ નજીક સર્વે નંબર બેસાડીને પ્લોટિંગ કરવાનો પ્રયાસ થતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિક સ્તરે ઉઠતી ચર્ચા મુજબ કેટલાક લોકો કરોડોની કિંમત ધરાવતી આ જમીન પર કબ્જો જમાવી તેને પ્લોટમાં ફેરવી લાખો-કરોડો રૂપિયા કમાવાની લાલચમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. નવાં માલણીયાદ વિસ્તારમાં આવેલી ખરાબાની જમીન મૂળતઃ સરકારી હકની ગણાય છે સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે અગાઉ પણ આ જ રીતથી કેટલીક જગ્યાએ પ્લોટિંગ કરીને મામલો રફાદફા કરાયો હતો.વિસ્તારમાં રહેતા નાગરિકોમાં આ મામલે ચિંતાનો માહોલ છે. જો ખરેખર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે સર્વે નંબર બેસાડવામાં આવ્યા હોય તો આવનારા સમયમાં પ્લોટ ખરીદનારાઓ માટે પણ મોટો કાનૂની પ્રશ્ન ઊભો થઈ શકે છે. રાજકીય પક્ષો સાથે જોડાયેલા આવાં લોકો સરકારી જમીનમાં સર્વે નંબર બેસાડી નફો કમાઈ લેવામાં માહિર થઈ ગયાં હોવાની પણ ચર્ચા થઈ રહી છે હાલ આ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં છે જોકે નવાં માલણીયાદમા વર્ષોથી ખરાબો હતો તે માલિકીની હતી ? અને માલિકીની હતી તો શાં માટે આજદિન સુધી ખરાબ સ્વરૂપમાં પડી હતી ત્યારે હવે જોવાનું રહેશે કે ખરેખર જમીન માલિક કોણ છે? સરકાર કે પછી જમીન માલિકો.?

RELATED ARTICLES

Most Popular