GTU સંલગ્ન તક્ષશિલા કોલેજ પહેલા વર્ષે જ સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબરે -દવે મિરલ BCAના પહેલા સેમેસ્ટરમા જ ત્રીજા નંબરે પાસ
તાજેતરમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનું BCA નું પહેલા સેમેસ્ટરનુ પરિણામ જાહેર થયું. આ રિઝલ્ટમાં હળવદની તક્ષશિલા કોલેજના 11 વિદ્યાર્થીઓ 8.00 SPI થી વધારે પરિણામ મેળવી રેન્કિંગમાં ટોચના સ્થાને રહ્યા. આ પરિણામમાં તક્ષશિલા કોલેજની દવે મિરલ અજયભાઈએ 9.55 SPI સાથે સમગ્ર ગુજરાતમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. GTU ના જોડાણ સાથે પહેલા જ વર્ષે આવુ શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવી ટોપ ટેનમાં સ્થાન મેળવવા બદલ શાળાના એમડી ડો. મહેશ પટેલે ચાવડા આશિષ, ઈંદરિયા આકાશ, ઠક્કર નિષ્ઠા અને વિરાણી સચિન, પીપરોતર ગૌરવ, ગડેસિયા ભાવિક, ગેલડિયા ક્રિપાલ, પાટડિયા અશ્વિન અને કોઠારી ભાર્ગવને અભિનંદન પાઠવ્યા હતા. સંચાલક અલ્પેશ સિણોજિયા અને રમેશ કૈલાએ કોલેજના પ્રોફેસરો જાનકીબેન પંચાલ, રંગપરા અમિષા, દિલીપભાઈ વાઘેલા, પ્રજાપતિ કૃણાલ, દેકાવડિયા કૃણાલ, ઉર્વીબેન મુલિયા અને ઝલકબેન શાહના પ્રયત્નોને બિરદાવ્યા હતા.


