HomeGujaratહળવદ નગરપાલિકાની ‘વન વીક–વન રોડ’ કાર્યવાહી ઠપ્પ? દબાણો યથાવત

હળવદ નગરપાલિકાની ‘વન વીક–વન રોડ’ કાર્યવાહી ઠપ્પ? દબાણો યથાવત

Advertisement
Advertisement

હળવદ નગરપાલિકાની ‘વન વીક–વન રોડ’ કાર્યવાહી ઠપ્પ? દબાણો યથાવત

હળવદ નગરપાલિકા દ્વારા શહેરને ટ્રાફિક મુક્ત બનાવવા ‘વન વીક–વન રોડ’ અભિયાન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી હળવદ શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો યથાવત જોવા મળતા પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે.મોરબી મહાનગરપાલિકાની જેમ વન વિક વન રોડ ઝુંબેશ ચલાવી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવા માંગતી પાલિકાએ નોટીસો આપી હતી પરંતુ હવે હળવદમાં માત્ર નોટિસો આપીને સંતોષ માનવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને સરા રોડ પર પાલિકા તંત્ર દ્વારા દુકાનદારોને દબાણ હટાવવા નોટિસ આપવામાં આવી હતી. જોકે, દુકાનદારો દ્વારા ઓટલાઓ દૂર કરવામાં આવ્યા નથી.હાલમાં કેટલીક જગ્યાએ પતરાં ઉતારવામાં આવ્યા હોવા છતાં ઓટલાઓ યથાવત રહેતા ટ્રાફિક સમસ્યા યથાવત છે. વેપારીઓ દ્વારા દુકાનો આગળ કરાયેલા બાંધકામ અને વાહનોની પાર્કિંગને કારણે માર્ગ સાંકડા બનતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.આ પરિસ્થિતિમાં હવે સવાલ એ ઊભો થયો છે કે નગરપાલિકા માત્ર પતરાં હટાવીને જ સંતોષ માનશે કે આગામી દિવસોમાં ઓટલાઓ સહિતના દબાણો દૂર કરવા કડક પગલાં લેવામાં આવશે ? હાલ તો શહેરમાં દબાણો યથાવત રહેતા ‘વન વીક–વન રોડ’ અભિયાનની અસરકારકતા પર સવાલો ઉઠી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular