હળવદના વેગડવાવ–શક્તિનગર રોડનું ખાતમુહૂર્ત
હળવદ તાલુકાના વેગડવાવથી શક્તિનગર સુધીના 4.5 કિલોમીટર રોડનું આજે ધારાસભ્ય પ્રકાશ વરમોરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ માર્ગનું નિર્માણ 4.37 કરોડના ખર્ચે આશરે 4.5 કિલોમીટર લંબાઈમાં થનાર છે.
રોડ પૂર્ણ થતાં વેગડવાવ, ઈશનપુર માલણીયાદ, ઘણાદ, મંગળપુર, ચંદ્રગઢ, રણમલપુર, બુટવડા, એજાર સહિત 10થી વધુ ગામોને સીધો જ હળવદ–ધ્રાંગધ્રા હાઈવેનો લાભ મળશે. ઉપરાંત, ગ્રામજનોને લાંબા સમયથી પડતી રેલવે ફાટકની સમસ્યામાંથી મુક્તિ મળશે.
નવો માર્ગ બનવાથી વાહન વ્યવહાર સરળ બનશે, સમય તથા ઈંધણની બચત થશે તેમજ ખેતી અને વેપાર-ધંધાને પણ પ્રોત્સાહન મળશે. આ રોડ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.ખાતમુહૂર્ત પ્રસંગે પુર્વ ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઇ, ઉપપ્રમુખ રમેશભાઈ, પુર્વ કારોબાર ચેરમેન મનસુખભાઇ, ધર્મેન્દ્રસિંહ ઝાલા,ભાજપ પ્રમુખ ભરતભાઇ, મનસુખભાઇ ગોરીયા, સહિતના સ્થાનિક આગેવાનો, અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


