HomeGujaratહળવદ નગરપાલિકાના સદસ્યો રાજસ્થાન ગયાં અને કેમ ન્યુ યરમાં શરૂ થયાં આંતરિક...

હળવદ નગરપાલિકાના સદસ્યો રાજસ્થાન ગયાં અને કેમ ન્યુ યરમાં શરૂ થયાં આંતરિક મતભેદો?

Advertisement
Advertisement

હળવદ નગરપાલિકાના સદસ્યો રાજસ્થાન ગયાં અને કેમ ન્યુ યરમાં શરૂ થયાં આંતરિક મતભેદો ?

હળવદ નગરપાલિકાના સદસ્યો રાજસ્થાનમાં ફરવા ગયા બાદ ન્યુ યર બરોબર સદતુ નાં હોય તેમ નગરપાલિકાના કેટલાક સદસ્યો પાલિકા પ્રમુખની કાર્યશૈલીથી નારાજ હોવાનું એક સદસ્ય પાસેથી જાણવા મળી રહ્યું છે અને આગામી સામાન્ય સભામાં હોબાળો થવાની પ્રબળ શક્યતાઓ છે કારણકે જે પ્રકારે રાજસ્થાનમાં નગરપાલિકાના સદસ્યો ગયા બાદ કેટલાક મુદ્દે નગરપાલિકાના સદસ્યોને અનબન બની હોવાના સમાચારો આવ્યા છે અને તેમાં પણ નગરપાલિકાના પ્રમુખની કાર્યશૈલીથી નગરપાલિકાના કેટલાક સદસ્યો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે જોકે આ નારાજગી કેટલા દિવસ ચાલશે અને ક્યાં સુધી ચાલશે તે નક્કી નથી કારણકે પતિ પત્નીનાં ઝઘડાંમા અબોલા કેટલાં દિવસો સુધી ટકે તમને ખબર જ છે અને પાલિકાના નારાજગી વ્યક્ત કરતા સદસ્યોને ભાવતું ભોજન વ્યવસ્થા થઈ જાય તો કોઈ નારાજગી પણ સામે નહીં આવે પરંતુ હાલ તો નગરપાલિકાના સદસ્યો રાજસ્થાન ગયા બાદ ન્યુ યર પાર્ટી સદી નહી કે શું?  ત્યારે આંતરિક મતભેદો દૂર કરવામાં પ્રમુખ નિષ્ફળ નિવડશે તો ક્યાંક નગરપાલિકામાં નવાં જુનીના શક્યતા છે.

RELATED ARTICLES

Most Popular