હળવદ નગરપાલિકાના વોર્ડ 2મા પાણીની પાઈપલાઈનની નબળી કામગીરીનો આરોપ – ચિફ ઓફિસરને રજૂઆત
હળવદ નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાએ વિકાસના કામો થઈ રહ્યા છે પરંતુ વિકાસના કામોમાં ગુણવત્તા નહીં ઝળવાતી હોવાને અવારનવાર સ્થાનિક લોકો રજૂઆત કરતા હોય છે ત્યારે હળવદ શહેરમાં વોર્ડ નંબર 2ના રહીશોએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે પીવાના પાણીની લાઈનની નબળી અને ખામીયુક્ત અને અસંતોષકારક કામગીરી કરાય છે જેને લઇ પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ થઈ શકે તેમ નથી જ્યાં સુધી નાગરિકોને વિશ્વાસમાં ન લેવામાં આવે ત્યાં સુધી પીવાના પાણીની પાઇપલાઇન નાખનાર કોન્ટ્રાકટરને બિલ ચૂકવણી ન કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. હળવદ શહેરમાં વોર્ડ નંબર 2 જુની કોર્ટવાળી શેરીના રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે અને જણાવ્યું અમારી શેરીમાં પીવાના પાણીની લાઈનની કામગીરી શરૂઆતથી જ શંકાસ્પદ નબળી ગુણવત્તાની અને અપૂર્ણ હોય તેવું લાગી રહ્યું છે અને અનેક વખત સ્થાનિક લોકોએ રજૂઆત કરવા છતાં રજૂઆત તંત્ર દ્વારા સાંભળી નથી વધુમાં ગટરનું કામકાજ પણ ક્ષતિગ્રસ્ત હોવાથી પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળી જવાની પ્રબળ સંભાવના રહેલી છે જેથી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે જરૂરી પગલાં લેવામાં આવે અને સંતોષકારક કામગીરી ન કરે ત્યાં સુધી બિલ ચૂકવવામાં ના આવે તેવી રજૂઆત કરવામાં આવે છે સાથે જ આ રજૂઆત મળ્યાના 15 દિવસની અંદર યોગ્ય સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શેરીવાસીઓ દ્વારા આગામી કાર્યક્રમો કરી માંગણીઓ સંદર્ભે આયોજન કરશે.


