હળવદની તક્ષશિલા સંકુલમાં અંગ્રેજી ભાષામાં વકૃત્વ સ્પર્ધા યોજાઇ
હળવદ શહેરમાં આવેલી તક્ષશિલા સંકુલમાં વિલિયમ શેક્સપિયર, વિલિયમ વર્ડ્સવર્થ અને જ્હોન મિલ્ટન નામના અંગ્રેજી કવિઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી જેમાં તક્ષશિલા સંકુલના ભૂલકાઓએ વિવિધ વિષયો પર English માં વક્તવ્ય આપ્યા હતાં ઈસુ ખ્રિસ્તના કેલેન્ડરના અંતિમ દિવસે ૩૧ જાન્યુઆરીના રોજ હળવદની તક્ષશિલા સંકુલમાં English ભાષામાં વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ. જેમાં Myself, My family અને My Nation- India જેવા વિષયો પર બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં વક્તવ્ય આપ્યા હતા. વિલિયમ શેક્સપિયર ગ્રુપમાં સિયા હસમુખભાઈ દલવાડી, ક્રિવા સૂર્યકાંતભાઈ રામાનુજ, સિણોજિયા અથર્વ રોહિતભાઈ, ક્રિયાંશ ચેતનભાઈ વિડજા, દક્ષ જયેશભાઈ પરમાર, મિત રસિકભાઈ કણજરિયા અને હેતાંશી કવૈયાએ અને જ્હોન મિલ્ટન ગ્રુપમાં વિશ્વા ગોપાલભાઈ કણજરિયા, વૈભવી બુટેશભાઈ જાદવ, સાર્થક ધર્મેશભાઈ મોરી, સ્મિત સંદેશભાઈ પરમાર, દિવ્યા સંજયભાઈ પાચોટિયા અને ખુશી હસમુખભાઈ કણજરિયાએ અને વિલિયમ વર્ડ્ઝવર્થ ગ્રુપમાં જાદવ કાવ્યા ધર્મેન્દ્રભાઈ, હેતાર્થ સોહિલભાઈ ઈંદરિયા, હર્ષવર્ધન ચૌહાણ, રાધ્યા અલ્પેશભાઈ કૈલા, હરદેવસિંહ જયદેવસિંહ ચાવડા, રુદ્ર ઘનશ્યામભાઈ પટેલ, ક્રિયાંશી ચેતનભાઈ કણજરિયા, હિતાક્ષી દિનેશભાઈ ચાવડા અને પ્રિયંક રમેશભાઈ કણજરિયાએ ટોપ ફાઈવમા સ્થાન મેળવ્યું હતુ. ટોપર્સ વિદ્યાર્થીઓને તક્ષશિલા સંકુલના આચાર્ય અને ટ્રસ્ટીના હસ્તે સન્માનિત કરાયા હતા.


