HomeGujaratહળવદમા શિક્ષકોનો સરકારી પગાર અને ખાનગીમાં મલાઈ તારવી લેવાનો વધતો જતો ક્રેઝ...

હળવદમા શિક્ષકોનો સરકારી પગાર અને ખાનગીમાં મલાઈ તારવી લેવાનો વધતો જતો ક્રેઝ ?

Advertisement
Advertisement

હળવદમા શિક્ષકોનો સરકારી પગાર અને ખાનગીમાં મલાઈ તારવી લેવાનો વધતો જતો ક્રેઝ ?

હળવદ શૈક્ષણિક નગરી તરીકે જાણીતું બન્યું છે તેમાં ખાનગી શાળાના વધતા જતા પ્રભાવ સામે મધ્યમ વર્ગના પરિવારો પણ પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્યની કલ્પના સાકાર કરવા ખાનગી શાળા અને ટ્યુશન તરફ આગળ વધી ગયાં છે તેનાં પરીણામ સ્વરૂપે સરકારી શાળાઓમાં શિક્ષકોની નોકરી કરતા શિક્ષકો પણ થોડુક કમાવી લેવાની લાલસાને રોકી શક્યા નથી અને સરા રોડપર આવેલી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ આપવા પહોંચી જાય છે અને સાથે ટ્યુશન ક્લાસિસ ચલાવી રહ્યા છે પરંતુ હવે તમને એવું પણ થશે કે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીને જાણ નહીં હોય પરંતુ એવું પણ નથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને નામ સહિત વિગતો આપવામાં આવી હતી પરંતુ ….. હવે જાગૃત નાગરિકોએ હળવદ શહેરના કેટલાક શિક્ષકો ટ્યુશન અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરાવે છે તેનો પર્દાફાશ કરવો જરૂરી બન્યો છે કારણકે સરકારી પગાર લયને પણ ખાનગી શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવો હોયતો રાજ્ય સરકાર સમક્ષ આવાં શિક્ષકોને ખુલા પાડી શકાય જેથી કરીને સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે સાથે અમને એ પણ ખબર જ છેકે શિક્ષણ વિભાગનું ખુબ મોટું અને શક્તિશાળી સંગઠન છે પરંતુ સરકારી શાળામાં પગાર અને ટ્યુશન ક્લાસિસ અને ખાનગી શાળાની મલાઈ એતો કેવી રીતે ચાલે.?

RELATED ARTICLES

Most Popular