હળવદથી રણમલપુરને જોડતા રોડનો મેકઅપ ઉખડી ગયો..!! કરોડોનાં ખર્ચે બનેલા રોડમા ગાબડાં પડતાં ભ્રષ્ટાચારની બૂ
હળવદથી રણમલપુરને જોડતા રોડપર અધિકારીઓની મિલિભગતથી લોલમલોલ કામગીરીની પોલ હવે ખૂલવા માંડી છે અને ઠેરઠેર મેક અપના પોપડાઓ ઉખડી ગયા છે અને તંત્ર દ્વારા થિગડાઓ મારીને લાજ બચાવવાનાં પ્રયત્ન તંત્ર દ્વારા કરવામાં આવી રહી રહ્યા છે પરંતુ રણમલપુરથી હળવદને જોડતો રોડ જ્યારથી કામગીરી થઈ અને પુર્ણ થય ત્યાં સુધી વિવાદમાં રહ્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી પણ કહી રહ્યા છે કે નબળી કામગીરી કરતી એજન્સીઓ બ્લેક લિસ્ટ કરો પરંતુ અહીં તો હજુ રોડ બન્યો અને કામગીરી પુર્ણ થયાની વર્ષ પણ નથી થયું તો અધિકારીઓની કોઈ જવાબદારી જ નહીં અને વાહનચાલકોને હાલાકી જ ભોગવવાની ક્યાં સુધી ? વધારેમાં હળવદમા ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ સરપ્રાઈઝ મુલાકાત લીધી ત્યારે અધિકારીઓ હાજર નહોતા જોવાં મળ્યાં અને ધારાસભ્ય દ્વારા ટેલાફોનિક અધિકારીઓને ખખડાવી નાખ્યાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તે સૌ જાણે જ છે.હળવદ તાલુકાના વેગડવાવ, ઘણાદ અને રણમલપુરને જોડતા ડામર રોડનું કામ પુર્ણ થઈ ગયો છે અને 17 કિલોમીટર લાંબો રોડ 3.75 મીટરનો હતો તેમાંથી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 5.50 મીટર પહોળો કરવામાં આવ્યો છેપરંતુ સેન્ટરથી બંને બાજુ 9 મીટરની જગ્યા રસ્તાની માલિકીની છે એટલે કે ટોટલ 18 મીટર જગ્યા રસ્તા માટે ઉપયોગમાં લેવામાં આવેલ છે ત્યારે વેગડવાવ, નવા વેગડવાવ, ઘણાદ અને રણમલપુર ગામતળેથી પસાર થતા રસ્તાની હદમાં બંને બાજુ પાણીના નીકાલ માટે ગટર બનાવવી ખુબ જરૂરી છે અને પાણીના નીકાલ માટે રસ્તાની પહોળાઈ સહિત આશરે 59 ફુટ જેટલો રસ્તો ખુલ્લો કરવો જરૂરી બન્યો છે જેથી કરીને પથરેખામાં દબાણ કરેલા ખાતેદારોને દબાણ દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી અને રેવન્યૂ તલાટી મંત્રીઓમાં નવા વેગડવાવ, જૂના વેગડવાવ, ઘણાદ અને રણમલપુર, મોરબી જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી મોરબી, પ્રાંત અધિકારી હળવદ, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન પંચાયત વિભાગને હળવદ કાર્યપાલક ઈજનેરની કચેરી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ રજૂઆત માત્ર કાગળ પર રહી અને કોઈ કામગીરી આળસુ તંત્રે કરી નહીં અને હવે રોડ ઠેરઠેર તુટી પણ ગયો છે આમતો આ રોડના કામનું સરપ્રાઈઝ ચેકીંગ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, એપીએમસી ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખે લીધી હતી ત્યારે કોઈ અધિકારી હાજર જોવા મળ્યા નહોતા અને ધારાસભ્યે અધિકારી સાથે ટેલિફોનિક વાત કરી આ રોડની થિકનેસ 20 એમએમ છે જે 37.5 હોવી જોઈએ તેવી ટકોર પણ કરી હતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થયો હતો.


