હળવદના ડુંગરપુરના પશુપાલકનો પુત્ર બન્યો શિક્ષક – મેહુલ જોગરાણાને મંત્રીને હસ્તે નિમણૂંક પત્ર એનાયત
હળવદના ડુંગરપુર ગામનાં મેહુલભાઈ જોગરાણાની ઘણા બધા સંઘર્ષ પછી સરકારી શિક્ષક તરીકે બોટાદ જિલ્લામાં પસંદગી પામ્યા છે ત્યારે મેહુલભાઈએ ધોરણ 1 થી 10 સુધી સરકારી સ્કૂલમાં જ અભ્યાસ કર્યો છે ધોરણ 11 અને 12 તક્ષશિલા સ્કૂલ હળવદમાં અભ્યાસ કર્યો છે કોલેજનો અભ્યાસ સરકારી કોલેજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટમાં કર્યો છે અભ્યાસ માટે પૂરતી ફી ન હોવાને લીધે મોટાભાગનો અભ્યાસ સરકારી સ્કૂલ અને કોલેજમાં જ કર્યો છે. એમના પરિવારમાં માતા અને પિતા બંને ઓછાં શિક્ષિત છે પરંતુ મેહુલભાઈની ભણવા પ્રત્યેની ધગશ જોઈને અથાગ મહેનત કરીને મેહુલભાઈને ભણાવ્યા છે. માતા પિતાનો વ્યવસાય પશુપાલન છે. ગાયો અને ભેંસો ચરાવીને ખૂબ મહેનત કરીને મેહુલભાઈને ભણાવ્યા છે. મેહુલભાઈને ભણાવવામાં તેમના મોટાભાઈ ભરતભાઈનો પણ સિંહફાળો રહ્યો છે. મેહુલભાઈએ નાનપણથી જ માતા- પિતાના સંઘર્ષને જોઈને હંમેશા ભણવામાં ખૂબ જ મહેનત કરી છે. તેઓ નાનપણથી જ ભણવામાં હોશિયાર હતા. જ્યારે તેઓ ધોરણ સાતમાં અભ્યાસ કરતા ત્યારે જ તેમને સ્વપ્ન જોયેલું કે એક દિવસ ખૂબ મહેનત કરીને હું સરકારી શિક્ષક બનીશ અને સતત મહેનત અને સંઘર્ષથી તેઓએ આ મુકામ હાસિલ કર્યો છે અને પરિવારનું નામ રોશન કર્યું. તેઓની મહેનત જોતા એવું લાગે છે કે અથાગ મહેનતથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય સતત કરેલી મહેનત ક્યારે નિષ્ફળ જતી નથી સતત 7 થી 8 વર્ષ સુધી અથાગ મહેનત અને સંઘર્ષથી આજે તેઓ સરકારી શિક્ષક બન્યા છે તેઓની સતત મહેનતના પરિણામે બોટાદ જિલ્લામાં અંગ્રેજી વિષયમાં સૌપ્રથમ નંબર મેળવ્યો અને તેમને ગમતી સ્કૂલ પસંદ કરીને બોટાદ જિલ્લામાં મેરીટમાં પ્રથમ નંબર હોવાથી ગુજરાત રાજ્યના કેન્દ્ર મંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે શિક્ષક તરીકેનો ઓર્ડર પ્રાપ્ત થયો એ આપણા સૌ માટે ગર્વની વાત કહેવાય તેમ છે.
अगर तुम किसी लक्ष्य को देख सकते हो, तो तुम उस लक्ष्य को हासिल भी कर सकते हो, बस खुद पर भरोसा होना चाहिए.!!!


