હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે યાદ સત્તાધિશોએ કરેલાં ગેરવર્તણૂક તેમજ ટેકાના ભાવે કપાસ મગફળીની ખરીદી તાત્કાલિક શરૂ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને સાથે રાખી હળવદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું
હળવદ માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ પહેલા ખેડૂતોને મગફળી લઈને પ્રવેશ મુદ્દે ગેરવર્તણુંક યાર્ડમાં કરવામાં આવી હતી અને જેને લઈને ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો અને રોષના પગલે પોલીસ બોલાવી પડી હતી અને પોલીસની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો હતો.હળવદ આમ આદમી પાર્ટી દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર આપીને હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે થયેલા ગેરવર્તણુંક તેમજ ટેકાના ભાવે કપાસ મગફળીની તાત્કાલિક ખરીદી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રની માંગણીઓમાં વાત કરવામાં આવે તો ખેડૂતો સાથે ગેરવર્તણૂક તાત્કાલિક બંધ કરવા ,પાક રાખવા માટે શેડ પૂરતા અને તાત્કાલિક વ્યવસ્થા કરવી, કપાસ અને મગફળીને તાત્કાલિક ખરીદી કરવી, ખેડૂતોને સન્માન પૂર્વક અને ન્યાય રીતે વ્યવહાર થાય તેવી ખાતરી આપવી, વરસાદને કારણે ખેડૂતોને પાક નુકસાની થયેલું તેનું સર્વે કરી અસરગ્રસ્તોને વળતર ચૂકવવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


