HomeGujaratમોરબી વનવિભાગ દ્વારા તક્ષશિલા સંકુલમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

મોરબી વનવિભાગ દ્વારા તક્ષશિલા સંકુલમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

Advertisement
Advertisement
  1. મોરબી વનવિભાગ દ્વારા તક્ષશિલા સંકુલમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લા વનવિભાગ દ્વારા હળવદ શહેરમાં આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે રેન્જ ફોરેસ્ટ હળવદ દ્વારા ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ હતી. આ સ્પર્ધામાં શાળાના રાઠોડ ચંદા પ્રથમ નંબરે, ગોલતર શિવમ્ બીજા નંબરે અને મુલાડિયા અંજલિ ત્રીજા નંબરે આવ્યા હતા જેમાં ફોરેસ્ટ ઓફિસર મયુર વરમોરા દ્વારા અભયારણ્ય અને પ્રકૃતિના સંરક્ષણને સંવર્ધન માટેનું વ્યાખ્યાન આપ્યું હતું અને ફોરેસ્ટ ઓફિસર દલસુખ કમેજળિયાએ ઘુડખર અભયારણ્ય અને પ્રકૃતિ શિક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું તો સાથે તક્ષશિલા સંકુલના એમડી ડો.મહેશ પટેલે ધ્રુવ ભટ્ટ લિખિત અને આરજે દેવકી અભિનીત અકૂપાર નાટકના અંશોનો અભિનય કરી વિદ્યાર્થીઓને માનવ અને ગીરના સાવજોની ભાવાત્મક એકતા દર્શાવી હતી. વિજેતા વિદ્યાર્થીઓને સિનિયર ફોરેસ્ટ ઓફિસર પરમાર સાહેબ દ્વારા ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.

RELATED ARTICLES

Most Popular