HomeGujaratહળવદ શહેરમાં સરા ચોકડીએ ટ્રાફિકની વકરતી સમસ્યા - ઓવરબ્રિજની લોકમાંગ

હળવદ શહેરમાં સરા ચોકડીએ ટ્રાફિકની વકરતી સમસ્યા – ઓવરબ્રિજની લોકમાંગ

Advertisement
Advertisement

હળવદ શહેરમાં સરા ચોકડીએ ટ્રાફિકની વકરતી  સમસ્યા – ઓવરબ્રિજની લોકમાંગ


 

હળવદ શહેરના સરા રોડ પર વિવિધ સોસાયટીઓ  અને તેમજ ઘણાં રૂટની એસ.ટી બસો પણ ડાયવર્ટ  થઈ છે જેને લઈને સરા રોડપર ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે તેમાં પણ ખાસ કરીને સવાર અને સાંજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે મત માંગવા આવતા સ્થાનિક નેતાઓ ઉચ્ચકક્ષાએ ટ્રાફિકના નિવારણ માટે ઓવરબ્રિજ બનાવવા માટે રજૂઆત કરે તેવી લોકમાંગ ઉઠી છે  સાથે જ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે  સીસીટીવી કેમેરા ફીટ કરીને ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહનચાલકોને ઓનલાઈન મેમાં પણ ફટકારવામાં આવે અને રસ્તા પર દબાણો દૂર કરવામાં આવે જેથી ટ્રાફિક નિવારણ મેળવી શકાય હાલ તો હળવદ શહેરના સરા રોડપર રોડની કામગીરીને લઈને પણ ટ્રાફિક જોવા મળી રહ્યું છે બીજી તરફ હાઈવેનું ટ્રાફિક પણ સતત સવાર સાંજ જોવા મળે છે જેથી કરીને ટ્રાફિકમાંથી છુટકારો મેળવવા ઓવરબ્રિજની લોકમાંગ ઉઠી છે.

RELATED ARTICLES

Most Popular