હળવદના મિયાણી ગામે પિતા-પુત્રી તળાવમાં ડૂબી જતા મોત નિપજ્યું
હળવદ તાલુકાના મિયાણી ગામની સીમમાં ખેત મજૂરી કરતા છોટાઉદેપુર જિલ્લાના વતની પરિવારના પિતા પુત્રી વાડીની નજીક આવેલા રંગાસરી તળાવમાં નહાવા પડ્યા હતા ત્યારબાદ ડૂબી જતા બંનેના મોત નીપજ્યું હતાં જેથી બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરાવામાં આવતા પોલીસ દ્વારા નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બનાવ અંગે વિગતો મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામની સીમમાં આવેલ રાજુભાઈ શીવાભાઈ લોરીયાની વાડીએ રહીને ખેત મજૂરી કરતા છોટાઉદેપુર જિલ્લાના ચિમલી ગામના વતની સંજયભાઈ પારસિગભાઈ રાઠવા અને તેમની પુત્રી ક્રિષ્ના સંજયભાઈ રાઠવા 29ના રોજ વાડી પાસે સીમમાં રંગાસરી તળાવમાં નાહવા પડ્યા હતા ત્યારબાદ બંને ડૂબી જતા મોત નીપજ્યું હતું પિતા-પુત્રી એક સાથે મૃત્યુથી શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે જ્યારે બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


