HomeGujaratહળવદ પોલીસને મળ્યું સન્માન - જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસાપત્ર એનાયત

હળવદ પોલીસને મળ્યું સન્માન – જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસાપત્ર એનાયત

Advertisement
Advertisement

હળવદ પોલીસને મળ્યું સન્માન – જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી માટે રાજ્ય પોલીસવડાએ આપ્યું પ્રશંસાપત્ર

ગુજરાત રાજ્યમાં પોલીસ મથકોની ઉત્કૃષ્ટ કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે વર્ષ 2025ના પ્રથમ 6 મહિનાની કામગીરી મોરબી જિલ્લામાં હળવદ પોલીસ સ્ટેશનની કામગીરી શ્રેષ્ઠ રહી છે ત્યારે રાજ્ય પોલીસવડા દ્વારા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ હસ્તે હળવદ પીઆઈ આર.ટી વ્યાસને પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યાં છે આમતો નવા પેરામીટર્સના આધારે પોલીસ સ્ટેશન રેન્કિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહ્યું છે આ રેન્કિંગમાં અલગ-અલગ નાગરિક-કેન્દ્રિત મુદ્દાઓને સમાવવામાં આવ્યા છે નવા રેન્કિંગ માપદંડમાં નાગરિકોને સીધો લાભ મળે તેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં અરજીઓનું ઝડપી નિવારણ, ‘શી’ (SHE) ટીમ દ્વારા સિનિયર સિટીઝન સાથેની મુલાકાતો ‘ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી’ અને ‘તેરા તુજકો અર્પણ’ જેવા કમ્યુનિટી પોલીસિંગ કાર્યક્રમોનો અમલ જેવી બાબતોનો સમાવેશ થાય છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય પોલીસવડા દ્વારા મોરબી જિલ્લામાં હળવદ પોલીસ સ્ટેશનને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે ત્યારે મોરબી પોલીસ અધિક્ષક મુકેશ પટેલના હસ્તે હળવદ પીઆઈ આર.ટી વ્યાસને પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Most Popular