હળવદમાંથી ચોરાઉ મોટરસાયકલ સાથે એક ઝડપાયો
હળવદ વેગડવાવ રોડ પરથી ચોરાઉ મોટરસાયકલ સાથે આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય અને તે દરમિયાન હળવદ વેગડવાવ રોડપર એક શંકાસ્પદ બજાજ કંપનીનું મોટરસાયકલ નંબર જીજે 08 એચઆર 5665 વાળાને ઉભો રખાવી મોટરસાયકલ ચાલકની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોકેટ કોક મોબાઈલ મારફતે મોટરસાયકલના માલિક સર્ચ કરતા મોટરસાયકલ વાસુદેવભાઈ કેશાભાઈ ઇટોદરા રહે ટીકર વાળાનું જણાય આવતા મોટરસાયકલ ચાલકને વિશ્વાસમાં લઈ આગવી ઢબે પૂછપરછ કરતાં પોતે મોટરસાયકલ હળવદ દશામાના મંદિર પાસેથી ચોરી કરી હોવાની કબુલાત આપતા મોટરસાયકલ કબજે કરી આરોપી વનરાજ ઉર્ફે મહેશ ટીનાભાઇ નાયક રહે હાલ માથક તાલુકો હળવદ મૂળ વાડોદર ઘંટે તાલુકો મોરવા હડફ જીલ્લો પંચમહાલ વાળાની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


