હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓનું ઝળહળતું પરિણામ – ધો 10-12 બન્નેમાં ડંકો વગાડ્ય
તાજેતરમાં લેવાયેલ ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું.જેમાં હલવદની તક્ષશિલા વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી” પંક્તિને સાર્થક કરીને મોરબી જિલ્લામાં તક્ષશિલા નામનો ડંકો વગાડી દીધો.જેમાં ધો-12 સાયન્સમાં સોલંકી કુશ ડાહ્યાભાઈએ 99.55 PR સાથે A1 ગ્રેડ મેળવીને પ્રથમ ક્રમાંકે રહ્યા. ધો-12 સામાન્ય પ્રવાહમાં સીણોજીયા નિધિ જયસુખભાઈએ 99.04 PR સાથે A1 ગ્રેડ મેળવીને પ્રથમ સ્થાન મેળવ્યું. ઘો-10માં ઝાલા સ્નેહા મયુરભાઈએ 97.40 PR સાથે A1 ગ્રેડ મેળવીને પ્રથમ નંબરે રહ્યા, પુરાણી મૌલેશ નટવરભાઈએ 97.27 PR સાથે A1 ગ્રેડ મેળવીને બીજા નંબરે રહ્યાં,તેમજ સોલંકી ઝીલ મુનાભાઈ અને રાઠોડ લલિત ગૌતમભાઈએ 96.89 PR સાથે A1 ગ્રેડ મેળવીને ત્રીજા નંબરે રહ્યા હતા.આ તકે શાળાના પ્રમુખ ડાયાભાઇ ગરધરીયા, એમ.ડી મહેશ પટેલ,સંચાકલ રમેશ કૈલા આચાર્ય એ.ડી સોલંકી, મુકેશ અઘારાએ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ અને તેમના જીવનમાં હજીખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છઓ પાઠવેલ.તમામ વિદ્યાર્થીઓએ શાળાના વિષય શિક્ષકશ્રી અને તેમની શાળાનો ખૂબ આભાર માન્યો હતો.


