હળવદ નવા ઈસનપુર પાસે ઓઈલ પાઈપ લાઈનમાં લીકેજ થતાં દોડધામ- મોકડ્રીલનુ આયોજન
હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડ પશ્ચિમી ક્ષેત્ર વિરમગામ ઓફસાઈડ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો હેતું સંકટ સમયે પાઈપ લાઈન લીકેજ થાય તો તંત્ર કેટલું સાબદુ છે તેનો ડેમોટ્રેશન કરાયું હતું. જેમાં આઈઓસીએલના અધિકારીઓ સાથે ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર, તેમજ ગ્રામ પંચાયત અને ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા ઈસનપુર ગામની સીમમાંથી પસાર થતી કોયલીથી કંડલા જતી પાઈપ લાઈન પ્રોડક્ટ પાઈપ લાઈનમાં લીકેજ થાય અથવા કોઈ સંબંધીત ઘટના બને તો તંત્ર કેટલું સાબદુ છે તે બાબતે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરમગામ આઈઓસીએલના જી.એમ મનોજ ગુપ્તા, ડીજીએમ ગોખલ, ડીપીઓ ધાર્મિક પુરોહીત મામલતદાર એ.એસ. ભટ્ટ, પીએસઆઇ કે.અએચ.અબારીયા,પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ, ફાયરની ટીમ, સીઆઈએસએફની ટીમ સહિતની ઉપસ્થિત રહી આ મોકડ્રીલ કામગીરી કરી હતી. નવા ઈસનપુર ગામે યોજાયેલી મોકડ્રીલમાં ગ્રામજનોને પાઈપ લાઈનમાં આગ લાગે તો શું સતર્કતા દાખવવી તે અંગે જણાવવામાં આવ્યું હતું. વધુમાં આગ લાગેલી જગ્યા પર આઈઓસીએલના ફાયર વિભાગ દ્વારા ફોમ(ફીણ)નો મારો કરી આગ બૂઝાવવામાં આવી હતી. તો સાથે આ ઘટના દરમિયાન કોઈ ઈજાગ્રસ્ત થાય તો આરોગ્ય વિભાગ દ્વારા કેવીરીતે કામગીરી કરવી સાથે ઘટનાની પોલીસને કેવી રીતે જાણકારી આપવી અને ફાયર વિભાગ અને આરોગ્યની ટીમ કેટલીવારમાં ઘટના સ્થળે પહોંચે તે લાઈવ ડેમો આપવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભાસ્કરભાઈ જોશી તથા સયૈદ મહંમદ કલીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.