Saturday, March 15, 2025
HomeUncategorizedહળવદ માર્કેટિંગ યાર્ડમા ખેડૂતની 30 મણ રાઈ ઘટતા ખેડૂત મુકાયો મુંજવણમાં -...

હળવદ માર્કેટિંગ યાર્ડમા ખેડૂતની 30 મણ રાઈ ઘટતા ખેડૂત મુકાયો મુંજવણમાં – શું થયું તપાસ શરૂ

Advertisement
Advertisement

હળવદ માર્કેટિંગ યાર્ડમા ખેડૂતની 30 મણ રાઈ ઘટતા ખેડૂત મુકાયો મુંજવણમાં – શું થયું તપાસ શરૂ

હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજુબાજુના જિલ્લાઓમાંથી ખરા તોલ અને ખરો મોલના લીધે મોટી સંખ્યામાં ખેડૂતો વિવિધ જણસીઓ વેચાણ અર્થે આવે છે પરંતુ હળવદ માર્કેટિંગ યાર્ડમાં સુંદરગઢના ખેડૂત પ્રેમજીભાઈ મોહનભાઈ પરમારે તા 10 માર્ચના રોજ માર્કેટિંગ યાર્ડમાં આવેલા વેબ બ્રિજ પર વજન કરાવ્યું હતું જેમાં 291 મણ રાઈનો વજન થયો હતો ત્યારબાદ તા 11ની હરાજીમાં ખેડૂતને યોગ્ય બજારભાવ નહીં લાગતા રાઈ વેચાણ કરી ન હતી પરંતુ તા 12ના રોજ હરાજીમાં 1050 મળતા ખેડૂતે રાઈ કમિશન એજન્ટને વેચાણ કરી દીધી હતી પરંતુ તા 10ના રોજ કરેલી વજન ચિઠ્ઠીમાં 291 મણ વજન થતા અને કમિશન એજન્ટ દ્વારા ખરીદેલી રાઈ 260 મણ થતા ખેડૂતની 30 મણ રાઈ ક્યાં ગઈ છે અને લઈ ખેડૂત મૂંઝવણમાં મુકાયો હતો જેથી કરીને માર્કેટિંગ યાર્ડમાં સેક્રેટરી મહેશભાઈ પટેલને જણાવ્યું હતું મહેશભાઈ દ્વારા સીસીટીવી ચકાસણી કરી હતી જોકે યાર્ડમાં વેબ્રિજ થોડાક દિવસોથી ખરાબ હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે અને આ બાબતે ખેડૂતોને મેસેજ પણ કર્યો હોવાનું કહ્યું હતું પરંતુ હળવદ માર્કેટિંગ યાર્ડમાં વે બ્રિજ ખરાબ હોય તો અન્ય જગ્યાએ પણ એક વે બ્રિજ છે જેનો પણ ઉપયોગ થઈ શકે તેમ છે સાથે જ માર્કેટિંગ યાર્ડમાં ખરા તોલ અને ખરા મોલની આશાએ આવતા ખેડૂતો હવે તોલને લઈને મૂંઝવણ મુકાયા છે કારણકે ખેડૂતના જણાવ્યા મુજબ આશરે 5 મણ સુધી વજન વધ ઘટ થાય તો અમે સ્વીકારીએ છીએ પણ પરંતુ 30 મણ સુધી રાઈમા ફરક આવે તો શંકા ઉપજાવે છે જોકે હવે ખેડૂતની 30 મણ રાઈ ક્યાં ગઈ ? અને તેનો ખરેખર વજન 260 મણ જ હતો કે કેમ ? બધા સવાલો ઊભા થયા છે હાલ તો ખેડૂતે યાર્ડના જ વે બ્રિજમાં વજન કરાવતા 30 મણનો ફર્ક આવતા ખેડૂતની સાથે વાડીમાં કામ કરતો ખેત શ્રમિક પણ મૂંઝવણમાં મુકાયો છે.

RELATED ARTICLES

Most Popular