હળવદ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક મળી
આગામી દિવસોમાં હોળી ધુળેટી તેમજ રમજાન ઈદ પર્વ અન્વયે આજે હળવદ શહેરમાં આવેલા પોલીસ મથક ખાતે હળવદ પીઆઇ આર.ટી વ્યાસના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે એચ અંબારિયાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં હિન્દુ અને મુસ્લિમના તહેવારો ઉજવાય તે માટે સલાહ સૂચનો આપવામાં આવ્યાં હતાં પોલીસ મથકે મળેલી બેઠકમાં હિન્દુ સમાજ આગેવાન તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ હળવદ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ઈતેશભાઈ રાઠોડ સહિતના પોલીસ જવાનો હાજર રહ્યા હતા.