આરંભે સુરા અંતે અધૂરા – હળવદમાં રેલવે ફાટક પાસે બેદરકારીના ખાડામાં કાર ખાબકી
હળવદ રણમલપુર રોડ આશરે આઠેક મહિના પહેલા રણમલપુર રોડ પૂર્ણ થઈ ગયો છે અને જેમાં ટીકર અને વેગડવાવ જોડતા રેલવે ફાટક પાસે આશરે વીસેક ગામનાં વાહનચાલકો પસાર થાય છે અને છેલ્લા એકાદ વર્ષથી ચોમાસા દરમિયાન પાણીના નિકાલ માટે ખાડો કર્યો હતો અને જે ખાડામાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં નહીં આવતા તેમજ પ્રોટેક્શન વોલ કે નાલુ નહી બનાવવામાં આવતા મોડી સાંજે રણમલપુરથી મોરબી તરફ જતી કાર ખાડામાં ખાબકી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાય ન હતી પરંતુ છેલ્લા એકાદ વર્ષથી પાણીના નિકાલ માટે કરેલા ખાડાનું પુરાણ ક્યારે કરવામાં આવશે ? તેમજ ત્યાં નાલુ મૂકી અને પ્રોટેક્શન વોલ ક્યારે કરવામાં આવશે તે જોવાનું રહ્યું હાલતો કામ કરવા માટે તંત્ર ઉતાવળે પગલે ખાતમુહૂર્ત કરવામાં આવે છે પરંતુ પૂર્ણ કરવામાં અધૂરા હોય છે તેથી જ કહેવાય છે કે પ્રારંભે સુરા અને અંતે અધૂરા.