હળવદના ગોલાસણ ગામની સીમની વાડીમાંથી 4600 લી. દેશી દારૂનો આથો ઝડપાયો
હળવદના ગોલાસણ ગામની વાડીમાંથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે સ્થળ પરથી દેશીદારૂ બનાવવાનો આથો મોરબી એલસીબી પોલીસે ઝડપી લીધો છે અને આરોપી સામે હળવદ પોલીસ મથકે ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી હતી કે, મનુભાઈ સજુભાઈ ખાંભળીયા રહે. ગોલાસણ તા.હળવદ જી.મોરબી વાળો પોતાની ગોલાસણ ગામની સીમમાં પોતાની વાડીમાં દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવાતો હોવાની ચોક્કસ મળેલ બાતમીના આધારે પોલીસ ટીમે તે સ્થળે દરોડો પાડ્યો હતો. જ્યાંથી 4600 લી. દેશી દારૂ બનાવવાનો આથો કુલ રૂ.-1,15,000નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી આરોપી મનુભાઈ ખાંભળીયાને પકડી પાડી તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.