બાંમ્ભા પરિવાર દ્વારા આયોજિત સંઘ હળવદ થી દ્વારકા પગપાળા જશે
દર વર્ષની જેમ આ વર્ષે પણ બાંભા પરિવાર દ્વારા આયોજિત જય દ્વારકાધીશ સંઘ હળવદ થી દ્વારકા પગપાળા જશે તારીખ 6 ના રોજ વહેલી સવારે ડીજેના તાલ સાથે દ્વારકા સુધી અલગ અલગ કલાકારો ગરબાની રમઝટ બોલાવશે તેમજ ગરબા રમતા રમતા દ્વારકા જશે.
દર વર્ષે બાંમ્ભા પરિવાર દ્વારા હળવદ થી દ્વારકા પગપાળા સંઘ જાય છે જેમાં આ વર્ષે પણ કલાકાર ગોપાલ ભરવાડ ,કૌશિક ભરવાડ, ઉમેશ બારોટ, રાકેશ બારોટ, રાજદીપ બારોટ, બાબુ આહિર સહિતના નામી અનામી અનેક કલાકારો હળવદ થી દ્વારકા સુધી દરરોજ અલગ અલગ કલાકારો ગરબા ની રમઝટ બોલાવતા બોલાવતા સંઘ દ્વારકા પહોંચશે . જેમાં મોટી સંખ્યામાં હળવદથી સમાજના લોકો તેમજ પરિવારના લોકો જોડાશે