Sunday, March 16, 2025
HomeUncategorizedહળવદમાં રીલમા રોલા પાડવા જતાં યુવાનોને| ઝડપી લીધા - હથિયારો સાથે વિડિયો...

હળવદમાં રીલમા રોલા પાડવા જતાં યુવાનોને| ઝડપી લીધા – હથિયારો સાથે વિડિયો બનાવતા ગુનો દાખલ

Advertisement
Advertisement

હળવદમાં રીલમા રોલા પાડવા જતાં યુવાનોને ઝડપી લીધા – હથિયારો સાથે વિડિયો બનાવતા ગુનો દાખલ

હળવદ શહેરમાં આવેલ શરણેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ બગીચાની અંદર યુવકોએ ધારદાર હથિયાર છરી જેવા હથિયાર સાથે યુવકોએ રીલ બનાવી વાયરલ કરી હતી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યુ હતું પોલીસે બે યુવાનોને ઝડપી પાડ્યા જેમાં જીતેશ મનોજભાઈ રાઠોડ તેમજ કરણભાઈ બળદેવભાઈ સડલીયાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પાછળ યુવાધન ઘેલું થયું છે અને અલગ અલગ પ્રકારના આવા વિડીયો બનાવી ફેમસ થવાના પ્રયત્નો કરતા હોય છે પરંતુ હાલ તો હળવદમાં બે યુવકને ઝડપી પોલીસે કામગીરી કરતા સોશિયલ મીડિયામાં થોડી પ્રસિદ્ધિ અને વ્યુની ચક્કરમા કાયદાની ઐસીતૈસી કરતાં યુવાનોને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયાનો બિનજરૂરી ઉપયોગ તમારા માટે નુકશાની કરી શકે છે.

RELATED ARTICLES

Most Popular