Sunday, March 16, 2025
HomeUncategorizedહળવદમાં અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી બંદુક દેખાડી જાનથી મારી નાખવાની આપી...

હળવદમાં અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી બંદુક દેખાડી જાનથી મારી નાખવાની આપી ધમકી

Advertisement
Advertisement

હળવદમાં અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી બંદુક દેખાડી જાનથી મારી નાખવાની આપી ધમકી

હળવદમાં દારૂ સહિત કેટલાંય ગુનામાં સંડોવાયેલા શખ્સે ફરી એકવાર બંદુક દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા હળવદ પોલીસ મથકે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હળવદના કુષ્ણનગરમાં રહેતા રણછોડભાઇ ઓધવજીભાઇ ચાવડાએ હળવદ પોલીસ મથકમાં આરોપી પંકજ ચમનભાઇ ગોઠી અને મેહુલ ઉર્ફે મેરૂ પ્રેમજીભાઇ દલવાડી વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, સાહેદ દયારામભાઇ અને તેના દિકરાઓ આરોપી પંકજ ગોઠીના મોટા ભાઇ ધર્મેન્દ્રભાઇ વિરુધ્ધમાં ફરીયાદ કરવી છે તેવી સાહેદ દયારામભાઇ તેઓના રહેણાંક કૃષ્ણનગર વિસ્તારમાં વાત કરતા હોય જે બાબતે આરોપી ને નહી ગમતા ગત તા.-24ના રોજ હળવદ મોરબી દરવાજા,પટેલ વાડી પાસે આવેલ ભગવતી પાન નામની દુકાન પાસે ફરિયાદી ત્યાં હોય તે દરમિયાન આરોપી પંકજભાઇ તથા તેનો મિત્ર મેહુલભાઇ ઉર્ફે મેરૂભાઇ દલવાડી બન્ને ત્યાં આવી સાહેદ દયારામભાઇને બંદુક જેવુ હથીયાર બતાવી ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular