Sunday, March 16, 2025
HomeUncategorizedહળવદ પોલીસ મથકે અપહરણ કરી કોરા કાગળમાં સહી કરાયાના આરોપ સાથે દર્દીએ...

હળવદ પોલીસ મથકે અપહરણ કરી કોરા કાગળમાં સહી કરાયાના આરોપ સાથે દર્દીએ કરી અરજી

Advertisement
Advertisement

હળવદ પોલીસ મથકે અપહરણ કરી કોરા કાગળમાં સહી કરાયાના આરોપ સાથે દર્દીએ કરી અરજી

હળવદ તાલુકાના માયાપુરથી ઇંગોરાળા જવાના રસ્તે ગુજરાત સરકારમાં ઉપયોગ માટે લખાણવાળી દવાઓ મળી આવી હતી આ દવાઓ ભાજપ પ્રમુખ ભરતભાઈ કણજારીયા દ્વારા કોણ નિકાલ કરી અને શા માટે નિકાલ કરી તે માટે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે જેમાં માયાપુરના ભરતભાઈ ગોવિંદભાઈ કણજારીયાને બોલાવી કોરા કાગળમાં સહી કરાવી દોષનો ટોપલો ઢોળવાનો પ્રયત્ન આરોગ્ય વિભાગે કર્યો હોવાનો આક્ષેપ થયો છે જેમાં આજે હળવદ પોલીસ મથકે ભોગ બનનાર ભરતભાઈ ગોવિંદભાઈ કણજરીયાએ લેખિતમાં અરજી કરી છે જેમાં તેણે ન્યાયની માંગણી સાથે જણાવ્યું છે કે તેનું અપહરણ કરી કોરા કાગળમાં સહી લીધી છે અને જે દવાઓનો જથ્થો મળી આવ્યો છે તેમાં દર્દી ઉપર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવી રહ્યો છે ત્યારે આ બાબતે ન્યાયિક તપાસ થાય અને અને સરકારે દવાઓનો જથ્થો ફેકનાર સામે તેમજ અપરણ કરી કોરા કાગળમાં સહી કરાવનાર સામે કાર્યવાહીની માંગ સાથે અરજી દાખલ કરવામાં આવી હતી જોકે આ મામલે આરોગ્ય વિભાગ શરૂઆતથી જ નનૈયો ભણી રહ્યો છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા મળી આવેલી દવાઓ ખાલી હોવાનું અને આરોગ્ય વિભાગના કોઈ કર્મીએ નહીં નાખ્યો હોવાનું શરૂઆતથી રટણ કરી રહ્યું છે અને આમ ચામડીના રોગથી પીડાતા દર્દીને માથે દોષનો ટોપલો ઢોળી અને આરોગ્ય વિભાગે સંતોષ માન્યો હતો જેને લઇ રાજકીય માહોલ પણ ગરમાંયો છે ગત કાલે માયાપુર ગામે ગ્રામજનો એકઠા થયા હતા અને ગામના યુવાનને ખોટી રીતે ફસાયો હોવાનું જણાવ્યું હતું વધુમાં હળવદ તાલુકા ભાજપ પ્રમુખે ભરતભાઈ કણઝરીયા અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ગોરીયા સહિત માયાપુર ગામના સરપંચ નથુભાઈ કણજારીયાએ ન્યાયિક તપાસની માંગ સાથે રજૂઆત કરી હતી ત્યારે હવે જોવાનું રહ્યું આરોગ્ય વિભાગ કોની સામે પગલાં લે છે તે પણ તપાસનો વિષય છે હાલ તો આરોગ્ય વિભાગ સરકારી દવાઓનો જથ્થો નહીં પરંતુ બાયોમેડિકલ વેસ્ટ હોવાનું રટણ કરાઈ રહ્યું છે પરંતુ બાયોમેડિકલ વેસ્ટ પણ જાહેરમાં ફેકવો ગુનો છે અને આ ગુનો કોનાં ઉપર અને ક્યારે દાખલ કરવામાં આવશે જોવાનું રહ્યું.

 

RELATED ARTICLES

Most Popular