રાજકોટ અમદાવાદ હાઈવે પર મંગળવારે ભલ ભલાનું કાળજુ કપાવી નાખે તેવી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં મહિલા,પુરુષ અને બાળકો અને વૃદ્ધ સહિતના 8 લોકો ના કરુણ મોત નીપજ્યા હતા. મૃતક એક જ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું હતું.રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા માલીયાસણ ગામ પાસે મોડી સાંજે એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં પૂર ઝડપે આવેલા એક રીક્ષા ને ટક્કર મારી હતી આ ઘટનામાં રિક્ષામાં સવાર એક જ પરિવારના આઠ માસની બાળકી સહિત કુલ છ લોકોના કમ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા ઘટનાને પગલે રાજકોટ અમદાવાદ હાઈવે પર મરણ ચીસો ગુંજી ઉઠી હતી ઘટનાની જાણ થતા રાજકોટની ટીમ થર્ડ પર પહોંચી હતી અને તમામ મૃતદેહને પોસ્ટ મોર્ટમ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો જેને ફરી રાબેતા મુજબ કરવામાં પોલીસને ભારે જહેમત ઉઠાવી પડી હતી પ્રાથમિક તપાસ માં અક્સ્માત થવાનું કારણ રોડ પર અચાનક ડીવાઈડર સામે આવતા અન્ય એક ટ્રક ને બચાવવા જતા રીક્ષા ઝપટમાં આવી ગઈ હતી.
રાજકોટ અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, ટ્રકે રીક્ષા ને ઠોકર મારતા 8 માસની બાળકી સહિત એક જ પરિવાર ના 6 લોકોના કમકમાટી ભર્યા મોત
RELATED ARTICLES