હળવદમાં ગુજરાત સરકારના ઉપયોગ માટે લખાણવાળી દવાનો જથ્થો મળી આવ્યો
લોકોના સ્વાસ્થ્ય માટે જુદી જુદી યોજનાઓ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા નિશુલ્ક દવાઓ આપીને સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદરૂપ થાય છે અને તેમાં પણ આરોગ્ય વિભાગની બેદરકારીના પગલે અવારનવાર જાહેરમાંથી વેસ્ટ કે દવાઓ મળી આવે છે ત્યારે ફરી એક વખત હળવદના ઈગોરાળાથી માયાપુરને જોડતા રોડ સાઈડમાં દવાઓ,બોટલો અને ટેબલેટ મળી આવી હતી જેથી કરીને તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણઝરીયાને ધ્યાનમાં આવતા તાલુકા ભાજપ પ્રમુખે આરોગ્ય વિભાગને જાણ કરી હતી જોકે આરોગ્ય વિભાગના ગલ્લાં તલ્લાના પગલે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું વધુમાં રોડ સાઈડમાં મળી આવેલી દવાઓ શા માટે ફેકી દેવાઇ? તે પ્રશ્ન છે કારણકે મોટા ભાગે એમપીએચડબલ્યુ કે એફએચડબલ્યુ ગામડાઓમાં સર્વે કરી દવાઓ આપીને સારવાર પુરી પાડતા હોય છે ત્યારે આ દવાઓ પાછળ કોણ સંડોવણી હશે તે પણ જરૂરી બન્યું છે સાથે જ તાલુકા હેલ્થ ઓફિસર પાસે ઘટના અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરતા તેઓએ ફોન રીસિવ કરવાનું મુનાસીબ માન્યું નહોતું ત્યારે હવે સરકારી દવાઓનો જથ્થો જાહેરમાં ફેંકનાર કોણ અને શું તપાસમાં સામે આવશે તે જોવાનું રહ્યું.