હળવદ નગરપાલિકામાં ભાજપનું શાસન યથાવત – ભાજપ 27 કોંગ્રેસ 1 બેઠક પર વિજય
હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ધુઆધાર પ્રચાર અને વિકાસનાં કામો સામે કોંગ્રેસ નબળું પડ્યું હતું જેમાં નગરપાલિકાની સાત વોર્ડની 28 બેઠકોમાં 27 પર ભાજપે જીત મેળવીને કોંગ્રેસની શરમજનક હાર સામે એક બેઠક જીતીને માંડ માંડ પોતાની શાખ બચાવી હતી ત્યારે હળવદ નગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો નગરપાલિકાની ચૂંટણીમાં 7 વોર્ડની 28 બેઠકોમાં ભાજપની 28, કોંગ્રેસ 27, બહુજન સમાજ પાર્ટી 5, આમ આદમી પાર્ટી 10 કુલ મળીને 70 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા જેનું આજે પરિણામ હતું અને પરિણામ ભાજપ તરફથી રહ્યું હતું ભાજપની રણનીતિ અને વિકાસના કામોને લીધે લોકોએ ખોબલે ખોબલે ભાજપને મત આપ્યા હતા અને કુલ 27 બેઠકો ભાજપને આપી હતી તો આગામી સમયમાં ભાજપમાંથી નગરપાલિકાના પ્રમુખનું પદ કોણ સંભાળશે તેને લઈને પણ હવે ચર્ચાઓએ જોર પકડી લીધું છે.નગરપાલિકાની ચૂંટણીમાં અલગ અલગ વોર્ડમાં ક્રોસ વોટિંગના સમાચારો છે ત્યારે આજે થયેલી મત ગણતરીમાં વિજેતા થયેલા ઉમેદવારોમા ભાજપની યાદીમાં કોમલબેન વિષ્ણુભાઈ મુંધવા, મહેશભાઈ કેશવજીભાઈ કજારિયા, ભરતભાઈ ઝાલાભાઇ બાંભા, ગીતાબેન ભરતભાઈ પંચોલી, જાગૃતિબેન વિજયભાઈ કજારિયા, ઘનશ્યામભાઈ નથુભાઈ કરોતરા, મહેશભાઈ બાવલભાઈ કજારિયા, માયાબેન રાજીવભાઈ ઝાલા, ફોરમબેન વિશાલભાઈ રાવલ, જીતેન્દ્રભાઈ જગદીશભાઈ રાઠોડ, રાહુલભાઈ રજનીકાંતભાઈ પંડ્યા, કંચનબેન રસિકભાઈ ચાવડા,ચંદ્રિકાબેન રાજેશભાઈ વાધોડીયા, સુરેશભાઈ પોપટભાઈ પટેલ,અશોકભાઈ મથુરભાઈ તારબુંદીયા, મીનાબેન મયુરભાઈ ઠાકર, હર્ષાબેન અશ્વિનભાઈ પટેલ, ચંદુભાઈ ઠાકરશીભાઈ દલવાડી, સતિષભાઈ ધારજીભાઈ પટેલ, ધર્મિષ્ઠાબેન નરેન્દ્રભાઈ પરમાર, ઉર્વશીબેન દિલીપભાઈ પંડ્યા, ભરતભાઈ નાનુભાઈ કારોતરા, કેયુરભાઈ રતિલાલભાઈ લાડાણી, મધુબેન પ્રવીણભાઈ સીતાપરા, ગીતાબેન રમેશભાઈ ગોલતર, અશ્વિનભાઈ બાબુભાઈ ડાભી અને દેવાભાઈ વેલાભાઈ ભરવાડ ભાજપમાંથી વિજેતા રહ્યા હતા જ્યારે કોંગ્રેસમાં ભારતીબેન ગોપાલભાઈ દોરેલા વિજેતા રહ્યા હતા.