Sunday, March 16, 2025
HomeUncategorizedહળવદ નગરપાલિકાની ચૂંટણીમાં 63.61 ટકા મતદાન - 70 ઉમેદવારોના ભાવી સિલ

હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં 63.61 ટકા મતદાન – 70 ઉમેદવારોના ભાવી સિલ

Advertisement
Advertisement

હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં 63.61 ટકા મતદાન – 70 ઉમેદવારોના ભાવિ સિલ

હળવદ નગરપાલિકાની ચૂંટણી આજે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી જેમાં કુલ 7 વોર્ડ માટે 28 બેઠકો માટે કુલ 70 ઉમેદવારોએ ચુંટણીમાં ઝંપલાવ્યું છે ત્યારે સવારે 7થી સાંજના 6 સુધીમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે 63.61 ટકા મતદાન થયું છે.

હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 28 ,કોંગ્રેસના 27 ,આપના 10 તેમજ બસપાના 5 આમ કુલ 70 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી જેમાં હળવદ નગરપાલિકામાં અગાઉ ભાજપનું શાસન હતું આ વખતે કોણ નગરપાલિકાનુ સુકાન સંભાળશે તે આવનારી 18 તારીખના રોજ નક્કી થશે જોકે વહેલી સવારથી મતદાન મથક પર લાંબી લાઈનો જોવા મળી હતી,યુવાન મતદારો તેમજ વૃદ્ધ મતદાનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આમતો મતદાન સમયે અલગ અલગ દ્રશ્યો જોવા મળ્યા જેમાં અલગ અલગ વિસ્તારોમાં હળવદ પોલીસ દ્વારા પણ માનવિય અભિગમ બતાવ્યા છે અને દિવ્યાંગ અને અશક્ત મતદારોને ઊંચકીને મતદાન મથક પર લઈ જવામાં આવ્યા હતા.સંપૂર્ણ મતદાન દરમ્યાન ડીવાયએસપી ,પીઆઈ ,2 પીએસઆઈ સહિત કુલ 170 જેટલા કર્મચારી અને અધિકારીઓ જોડાયા હતા. કુલ 63.61 ટકા મતદાન થયું હતું . તમામ પક્ષના ઉમેદવારના ભાવિ ઇવેએમમાં સીલ થઈ ગયા છે આવનારી 18 તારીખે પરિણામના દિવસે જ કોણ સત્તા પર આવશે તે નક્કી થશે.

RELATED ARTICLES

Most Popular