હળવદ નગરપાલિકાની ચૂંટણી માટે તંત્રએ તૈયારીઓ કરી પૂર્ણ – 7 વોર્ડની 28 બેઠકો માટે 30 બુથો પર યોજાશે મતદાન
હળવદ નગરપાલિકાની ચૂંટણી આવતીકાલે રવિવારે યોજવાની છે ત્યારે તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે જેમાં આ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે 30 બુથો ઉપર મતદાન યોજાશે જેમાં 11 બુથો સંવેદનશીલ છે તો સાથે 28 બેઠકો માટે 70 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે જેમાં ભાજપના 28 કોંગ્રેસ 27 આમ આદમી પાર્ટી 10 બહુજન સમાજ પાર્ટી 5 બેઠકો પર ચૂંટણી લડી રહી છે સાથે જ આ ચૂંટણીમાં કુલ 27,400થી વધુ મતદારો ઉમેદવારો માટે મતદાન કરશે જેમાં 44 જેટલા ઈવીએમ મશીન રાખવામાં આવ્યા છે તો સાથે જ ચૂંટણી કામગીરીમાં 170થી વધુ કર્મચારીઓ તેમજ ડીવાયએસપી , પીઆઇ, બે પીએસઆઇ સહિત 65થી વધુ પોલીસ જવાનો ખડેપગે ચૂંટણીની કામગીરીમાં જોડાયા છે સાથે જ મતગણતરી 18મી ફેબ્રુઆરીએ મોડલ સ્કૂલ ખાતે રાખવામાં આવી છે આમ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.