હળવદમાં ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું – પાંચ ટેકટર ઝડપી પાડ્યા
હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી રેતીની હેરાફેરીના પગલે મોરબી ખાણ ખનીજ વિભાગ બપોરના સમયે ત્રાટક્યું હતું જેમાં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરે પાંચ ટ્રેક્ટર ઝડપી પાડ્યા હતા. પકડાયેલામા એક ટ્રેક્ટર સાદી રેતી ભરેલું અને ચાર ટ્રેક્ટર ખાલી ઝડપાયાં છે. ટ્રેક્ટર નંબર જીજે 36 બી 1928ના ડ્રાઈવર ગોવિંદભાઈ જીજે 36 બી 5258ના ડ્રાઈવર રાજુભાઈ તેમજ ત્રણ ટ્રેક્ટર નંબર પ્લેટ વગરના જેના ડ્રાઇવરો નેરુ ગવારિયા મેઢા, રાહુલ ગવારીયા , રવિદાન ટાપરિયા ટ્રેક્ટર સાથે ઝડપાયા હતા. ખાણ ખનીજ વિભાગે તમામ ટ્રેકટરો પોલીસ મથકે ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.