આગામી 16 ફેબ્રુઆરીના દિવસે હળવદ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે અને તે અનુસંધાને આજે મોરબી જિલ્લા કલેકટર, મોરબી જિલ્લા પોલીસ વડા,પ્રાંત અધિકારી, મોરબી ડિવાયએસપી ,હળવદ મામલતદાર, હળવદ પીઆઇ, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતનાઓએ હળવદ શહેરના જુદા જુદા મતદાન બુથોની મુલાકાત લીધી હતી જેમાં સંવેદનશીલ બુથોની સમીક્ષાઓ પણ કરાવવામાં હતી. નગરપાલિકાને ચૂંટણીમાં 28 બેઠકો માટે 70થી વધુ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તો સાથે જ 30 જેટલા બુથો પર 27,000થી વધુ મતદારો મતદાન કરશે ત્યારે પોતાના મનગમતા ઉમેદવારને મત આપવા જિલ્લા કલેકટર અપીલ કરી હતી. સાથે જ નગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
હળવદ નગરપાલિકાની ચૂંટણીનાં બુથોની કલેકટરે કરી સમિક્ષા..
RELATED ARTICLES