હળવદમા ત્રણેય નર્મદા કેનાલો ચાલુ રાખવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા હળવદ તાલુકા ભાજપ પ્રમુખ
હળવદ તાલુકામાંથી મોરબી માળિયા અને ધાંગધ્રા ત્રણ કેનાલો પસાર થાય છે અને ત્રણેય કેનાલોમાંથી ખેડૂતો મોટા પ્રમાણમાં પાણી લઈને પિયત કરે છે ત્યારે આજે હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણજારીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે અને જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબી જિલ્લાના હળવદ અને માળિયા તાલુકામાં હાલ અત્યારે શિયાળુ પાકોનું વાવેતર કરવામાં આવેલ છે ત્યારે લગભગ પાકો તૈયાર થવાના આરે છે ત્યારે સરકાર દ્વારા 28-2-2025થી મોરબી માળિયા અને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ રીપેરીંગ બાબતે બંધ કરવાની છે ત્યારે તૈયાર થયેલો પાકોમા નુકસાન થઈ શકે તેમ છે જેથી કરીને ત્રણેય કેનાલો 15-3-2025 સુધી ચાલુ રાખવા માટે રજૂઆત કરી છે.