હળવદમા વેગડવાવ પાસે કાર અને બે બાઈકના અકસ્માતમાં યુવાનનું મોત – એક ઈજાગ્રસ્ત
હળવદના વેગડવાવ પાસે કાર ચાલકે પુરઝડપે ચલાવી બે બાઈકને ટક્કર મારી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં યુવાનનું મોત થયું હતું જયારે એક વ્યક્તિને ઈજા પહોંચતા બનાવ મામલે પોલીસ ફરિયાદ દાખલ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ
હળવદના માનસર ગામે રહેતા નટવરગીરી શિવગીરી ગોસાઈએ જીજે 01 કેજે 5502 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના દીકરા મહેશગીરી પોતાનું એકટીવા લઈને ઈશનપુરથી હળવદ આવતા હતા અને અન્ય બાઈકમાં રતિલાલભાઈ વાલજીભાઈ પરમાર પોતાનું બાઈક લઈને હળવદ આવતા હતા ત્યારે વેગડવાવ રોડ પર હળવદ તરફથી આવતી કારના ચાલકે બંને બાઈકને ભટકાડી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ફરિયાદીના દીકરા મહેશગીરીને માથાના અને હાથમાં ગંભીર ઈજા પહોંચાડતા સારવારમાં મોત નીપજયું હતું તેમજ રતિલાલભાઈને ઈજા પહોંચી હતી જે અકસ્માત મામલે હળવદ પોલીસ મથકે ફરીયાદ દાખલ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.