હળવદમાં રહેણાંક મકાનમાંથી દારૂની ચાર બોટલો સાથે એકની ધરપકડ
હળવદ પંથકમાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી લેવા પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે જેમાં
હળવદ પોલીસે શહેરના ખારીવાડી વિસ્તારમાં આરોપી રાણાભાઈ ઉર્ફે તુષાર ખોડાભાઈ મૂંધવામાં રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ચાર બોટલ કિંમત રૂપિયા 2372 ઝડપી લઈ આરોપી રાણા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.