Sunday, March 16, 2025
HomeUncategorizedસરકારી અનાજની ચોરી કરતાં બે શખ્સોની માળિયા પોલીસે કરી ધરપકડ - ચાર...

સરકારી અનાજની ચોરી કરતાં બે શખ્સોની માળિયા પોલીસે કરી ધરપકડ – ચાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Advertisement
Advertisement

સરકારી અનાજની ચોરી કરતાં બે શખ્સોની માળિયા પોલીસે કરી ધરપકડ – ચાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

માળીયા પોલીસને બાતમી મળી હતી કે, ચાચાવદરડા ગામની સીમમાં આવેલ સરકારી ગોદામમાંથી અમુક શખ્સો સરકારી અનાજનો જથ્થો ચોરી કરી તેનું વેચાણ કરી આર્થીક લાભ મેળવે છે અને હાલે તેઓની પ્રવુતી ચાલુ છે, જે બાતમીના આધારે પોલીસ ટીમ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા સરકારી અનાજનો ઘઉં, ચોખાના જથ્થા સાથે બે આરોપી શીવરાજસિંગ કાલીયરન ભુરેલાલ રાજપુત ઉ.વ.-28 રહે. મોરબી યમુનાનગર શેરી નં.-04 મુળ રહે.મધ્યપ્રદેશ અને રાહુલ પુજારામ ભોસુરામ રાજપુત ઉ.વ.-22 રહે. હાલ ગ્રીન લેન્ડ ચોકડી ઝુપડપટ્ટી વિસ્તાર મુળ રહે. મધ્યપ્રદેશવાળાને ઝડપી પાડી જેઓની પુછપરછ કરતા અન્ય એક શખ્સ રમેશભાઈ રહે શનાળા તા.જી મોરબીવાળાનુ નામ ખુલતા તેને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
તેમજ આ બંને ઈસમોએ ત્રણથી ચાર વખત આ પ્રકારે સરકારી ગોદામમાંથી અનાજનો જથ્થો ચોરી કરી બજારમાં તેનુ વેચાણ કરી આર્થીક લાભ મેળવતા હતા. પોલીસે સ્થળ પરથી ચોખાની (યાવલ)ની બોરીઓ નંગ કુલ 11 કુલ વજન 550 કિલો કિ.રૂ.- 22,000, ઘઉંની બોરીઓ નંગ 4 કુલ વજન 200 કિલો કિ.રૂ.- 6000, ઇક્કો ગાડી GJ-36-AF-1153 અને 2 મોબાઇલ ફોન તથા રોકડા રૂ.- 4,750 મળી કુલ રૂ.- 4,42,750નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે બને શખ્સો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular