હળવદના કવાડીયામા ઠાકોર સમાજના પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવમાં 25 નવદંપતિએ પ્રભુતામાં પગલાં માંડ્યાં
હળવદના કવાડીયામા આજે સંતશ્રી વેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હળવદ તથા સંતશ્રી વેલનાથ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમુહલગ્ન આયોજન કરાયું હતું જેમાં 25 નવદંપતી પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં તો સાથે આ નવદંપતીઓને આશિર્વાદ આપવામાં સંતો મહંતો રાજકીય આગેવાનો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ પહોંચ્યા હતા વધુમાં બ્લડ ડોનેશન કેમ્પનુ પણ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં 52 બોટલો રક્તની એકત્રિત કરવામાં આવી છે. આ સમુહલગ્નમા દિકરીઓને કરીયાવરમા આશરે 50થી વધુની કિંમતની ચિજવસ્તુઓ આપવામાં આવી હતી તો કિજલ મકવાણા અને સોનલબેન ઠાકોરે લગ્ન ગીતો ગાઈને ઉત્સવ વધુ આનંદિત કર્યો હતો.
હળવદના કવાડીયામા ઠાકોર સમાજના પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવમાં સમારંભના અધ્યક્ષ સાસંદ ચંદુભાઈ સિહોરા, મુખ્ય અતિથિ ધર્મેશભાઈ ઝિંઝુવાડીયા, પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા પંચાયતના સદસ્ય પપ્પુ ભાઈ ઠાકોર,મેરાભાઈ વિઠ્ઠલાપરા સહિત મોટી સંખ્યામાં સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જય વેલનાથ સમુહ લગ્ન સમિતિમાં યશપાલ ભાઈ ચારોલા, ભરતભાઈ ગણેશિયા સહિત યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.