હળવદ સરા ચોકડી આવેલા વૈજનાથ મહાદેવના દર્શન વિજય શંખનાદ સાથે આમ આદમી પાર્ટી દ્વારા બાઈક અને કાર રેલીનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જોડાયા હતા. તો સાથે જ સરા ચોકડીથી શરૂ થયેલી વિશાળ રેલી ટીકર રોડ પર પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ તકે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક કરશનબાપુ ભાદરકા, પ્રદેશ કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવી,આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિપુલ રબારી, તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરી, કમલેશભાઈ દઢાણીયા સહિત તમામ ઉમેદવારો સાથે કાર્યકરો જોડાયા હતા તો સાથે ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ પર આકરાં પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે અમારો એક કોર્પોરેટર દસ ઉપર ભારી છે અને દસેદસ અમારા ઉમેદવારો જીતશે તેવો દાવો કર્યો છે.
અમારો એક કોર્પોરેટર દસ ઉપર ભારી છે – આમ આદમી પાર્ટીએ રેલી યોજીને કર્યો વિજય શંખનાદ
RELATED ARTICLES