Sunday, March 16, 2025
HomeArticleતક્ષશિલા સંકુલના વિદ્યાર્થીઓનો પરીક્ષાનો હાઉ| દૂર કરવા પિ્ર બોર્ડ એક્ઝામ

તક્ષશિલા સંકુલના વિદ્યાર્થીઓનો પરીક્ષાનો હાઉ| દૂર કરવા પિ્ર બોર્ડ એક્ઝામ

Advertisement
Advertisement

તક્ષશિલા સંકુલના વિદ્યાર્થીઓનો પરીક્ષાનો હાઉ દૂર કરવા પ્રિ બોર્ડ એક્ઝામ

SSC HSC બોર્ડ એક્ઝામને હવે ગણતરીના દિવસો બાકી છે અને આ પરીક્ષાનો ડર દૂર કરવા માટે હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં ધો-10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બોર્ડ મુજબ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું.આ પરીક્ષા આપવાથી વિધાર્થીમાં બોર્ડની પરીક્ષા આપવા માટેનો ભય દૂર થાય અને પરીક્ષાનું પેપર સમયસર પૂર્ણ કરી શકે તેમજ વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં બોર્ડ પ્રમાણે હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર, 01 પત્રક, ઉત્તરવહીમાં વિદ્યાર્થીઓએ કયાં સહી કરવી,સીટ નંબર લખવા વગેરે જેવી બાબતોથી પરિચિત થાય તેવા હેતુથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.પરીક્ષા તક્ષશિલા બી.એડ કોલેજની બિલ્ડિંગમાં ગોઠવવામાં આવી હતી, સુપરવિઝન કરતા શિક્ષકો બી.એડ કોલેજના પ્રાધ્યાપક રહયા હતા.તેમજ ડી વી પરખાણી શાળાના પ્રિન્સિપાલ અનિલભાઈ પટેલ, સમલી શાળાના શિક્ષક મનહરભાઈ માલવણીયા, હળવદ તાલુકાના શિક્ષણ શાખામાંથી ભાઈલાલભાઈ પટેલે સ્કવોર્ડ તરીકે ભૂમિકા ભજવીને સહકાર આપ્યો હતો. સમગ્ર પરીક્ષાનું આયોજન શાળાના શિક્ષક ઉડેચા અલ્પેશભાઈ અને જોગરાણા મેહુલભાઈએ કર્યું હતું.સ્થળ સંચાલક એ.ડી સોલંકી સહિત પરીક્ષાનુ નિરીક્ષણ કાર્ય શાળાના એમ.ડી મહેશભાઈ પટેલ, રમેશભાઈ કૈલાએ કર્યું હતું.બહારથી આવેલ શિક્ષકો આ પરીક્ષાની વ્યવસ્થાથી ખૂબ પ્રભાવિત થયા હતા અને શાળાની આવી કામગીરીને બિરદાવી હતી.

RELATED ARTICLES

Most Popular