માથક ગામનો યુવાન 800 મીટર દોડમાં જિલ્લામાં પ્રથમ
આજ રોજ જિલ્લા કક્ષા એથલેટિક ખેલ મહાકુંભનું આયોજન હળવદમા કરવામાં આવ્યું હતું જેમાં ઓપન વિભાગમાં માથક ગામના ભોરણીયા અવધેશ કમલેશભાઈએ 800 મીટર દોડમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં માર્ગદર્શક પ્રવિણસિંહ ચૌહાણ અને ગામના સરપંચ અને ગામ આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા તો સાથે રાજયકક્ષાએ પણ પરફોર્મન્સ જાળવી રાખશે તેવી આશા વ્યક્ત કરી હતી જ્યારે 800 મીટર દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ રાજ્યકક્ષાએ કરવા જશે.