માળિયાના વવાણીયા ગામે માથાકુટમાં મિત્રોએ કરી મિત્રની હત્યા
માળિયા મિયાણા તાલુકાના વાવણીયા ગામના રણ વિસ્તારમાં રવિવારે મોડી રાતે એક ગંભીર ઘટના હતી જેમાં વસીમ ગુલમામદ પીલુડીયા નામના 38 વર્ષીય યુવકને ગોળી વાગતા ગંભીર હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર પૂર્વે તેનું મોત થયુ હતું બનાવની જાણ થતા મોટી સંખ્યામાં આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા મોરબી એલસીબી સ્થાનિક પોલીસની ટીમ હોસ્પિટલ પહોચી હતી અને તપાસ હાથ ધરતા યુવકને પિસ્તોલની ગોળી વાગતા તેનું મોત થયા હોવાનું સામે આવ્યું હતું
આ ઘટનામાં શરૂઆતમાં બાઈક સ્લીપ થતાં ગોળી વાગતાં મોત થવાનો બચાવ કરવામાં આવી રહ્યો હતો જોકે શરૂઆતથી શંકાસ્પદ લાગતી આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે માળિયા પોલીસ મથકમાં મૃતક વસીમના પિતા ગુલામ હુસેન પિલુડીયા તેની સાથે શિકાર કરવા ગયેલા અસલમ ગફુર મોવર અને જાવેદ ઉર્ફે જાવલો હાજી ભાઈ જેડા વિરૂદ્ધ તેના પુત્રની ગોળી મારી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.આં નોંધાયેલી ફરિયાદ મુજબ ગુલમહુસેંનના દિકરા વસીમભાઇ તથા અસલમભાઇ ગફુરભાઇ મોવર તથા જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઇ જેડા એમ ત્રણેય વવાણીયા ગામની સીમમા શિકાર કરવા ગયેલ હોય ત્યારે આરોપી અસલમે ઝાડીમાં છુપાવેલ દેશી બનાવટની બંધુક કાઢી લોડ કરેલ અને તેઓ શિકારની રાહમાં હતા તે વખતે શિકાર આવી જતા ફરીયાદીના દિકરા વસીમને શિકાર કરવા બાબતે આરોપી અસલમભાઇ ગફુરભાઇ મોવર તથા જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઇ જેડા સાથે બોલાચાલી ઝગડો થયેલ હોય જેનુ મનદુખ રાખી આરોપી જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઇ જેડાએ દેશી બંધુકમાંથી ભડાકો કરી ફરીયાદીના દિકરાને શરીરે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી હોવાનું જણાવ્યું હતું અને પોલીસ મથકે ફરીયાદ બાદ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.