હળવદમા વેગડવાવ રોડપર બાઈકને અડફેટે લેતાં વૃધ્ધ ઈજાગ્રસ્ત – ફરીયાદ દાખલ
હળવદના વેગડવાવ રોડ પર કારના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને ઈજા પહોચી હતી જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાના કંકાવટી ગામે રહેતા અબ્બાસભાઈ હશનભાઈ માણેકીયાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે એક તે પોતાનું મોટર સાઈકલ જીજે 13 આર આર 2233 લઈને વેગડવાવ રોડ પર જતા દરમિયાન સામેથી આવતી કાર જીજે 36 એસી 8634ના ચાલકે પોતાની પુર ઝડપે ચલાવી મોટર સાઈકલ સાથે સામેથી ભટકાડી દેતા અબ્બાસભાઈને ગંભીર ઈજા પહોચી હતી જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.