હળવદના ડુંગરપુર ગામે આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
હળવદ તાલુકાના ડુંગરપુર સીમ વિસ્તારમાં રહેતા ભાનુભાઇ બાબુભાઇ આંકડીયા (ઉ.વ- 50)ને મગજની બીમારી હોવાને લીધે મનમાં લાગી આવતા પોતે પોતાની જાતે ઝેરી દવા પી જતા તેને પ્રાથમિક સારવાર ખાનગી હોસ્પીટ્લ મોરબી બાદ વધુ સારવારમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે તેના મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.